સોળ વર્ષ પહેલાં બાબુ રવીન્દ્રનાથ ઠાકુરે અવાજ ઉઠાવેલો કે રાજદ્વારી રમતો ને પ્રપંચો મૂકી દો. દેશનાયકો, ગામડાં સજીવન કરો, ઠેર ઠેર મેળા ભરો, ઉજાણીઓ કરો,રામાયણ-મહાભારતનો રસ પાવા માંડો. જન્મભૂમિ આજે નાની નાની નદીઓને કિનારે ઊભી ઊભી ગારાનાં ઝૂંપડામાં જૂથની અંદરથી ડોકિયાં કરતી કરતી નાસેલાં સંતાનોને બોલાવે છે. એ સાદ કોઈ સાંભળે છે કે?
~ ઝવેરચંદ મેઘાણી