ગિરની વાતો
ગિરનારનાં પગથિયાં પર ઢબ ઢબ લાકડીઓ ટેકા લેતી આવતી હતી. નાનાં છોકરાંને તેડીને બે મજૂરણો ચડી આવતી હતી. એમના બોલ મોતી જેવા વીણી શકાતાં હતાં. એક ડોસીનો બોલ પકડાયો: “શું કરું બાઈ? ગાંડી થઇ જાઉં તો મલક ઠેકડી કરશે કે હારીને ગાંડી થઇ ગઈ. એટલે જ રોજ ડુંગરા ચડવા-ઊતરવા રિયા.”